મહેસાણા
મહેસાણા કોર્ટનો મહત્વનો નિર્ણય મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર ખાતે થોડા દિવસ અગાઉ સિટીમાં આવેલા એક સ્ટુડિયોમાં શટરનું તાળું તોડી તસ્કર કિંમતી કેમેરાનો સામાન ચોરી રફુચક્કર થયો હતો. જેના મામલે પોલીસે આરોપી દેવીપુજક અશોકને ઝડપી પાડ્યો હતો. આ કેસના આરોપીએ સ્ટુડિયોમાંથી કુલ ૫૬ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી. આરોપીએ મહેસાણા કોર્ટમાં પોતાની રેગ્યુલર જમીન અરજી સેશન્સ કોર્ટમાં કરી જતી. જ્યાં સરકારી વકીલ ભરત કુમાર જી પટેલે કોર્ટ સમક્ષ પોતાની દલીલ રજૂ કરતા જણાવ્યું હતું કે આરોપી જમીન મેળવ્યા બાદ અન્ય ટોળકીમાં શામેલ થઈ અન્ય સ્થળે ગુના કરી શકે. જેથી આ દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીના જામીન ફગાવ્યા હતા.
