ગિરગઢડા
ભરત ગંગદેવ.
પર્યાવરણ સમિતિ ના અધ્યક્ષ કિરીટભાઇ ભીમાણી તથા નોર્થ ઝોન ના ઉપાધ્યક્ષ રમેશભાઈ જોબનપુત્રા તથા રોહનભાઈ ઠક્કર અમદાવાદ તથા સૌરાષ્ટ્ર ઝોન ના નિખિલ સાયતા રાજસીતાપુર દ્રારા ગૌશાળા ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં કિરીટભાઈ ભીમાણી દ્રારા સંસ્થા ના મહંત સ્વામી ને ગ્રીન ખેસ પહેરાવી ને આહવાન કર્યું હતું તથા પ્રિન્સીપાલ તથા જ્ઞાતિ ના શ્રેષ્ઠીઓ તથા વિધાર્થીઓને તેઓના વક્તવ્ય માં પર્યાવરણ ને લગતી વિવિધ માહિતીઓ તથા પાણી બચાવો અન્ન બચાવો અભિયાન અંતર્ગત માહિતી આપી હતી તથા મહંત સ્વામી શ્રી દ્રારા પોતાના વક્તવ્યમાં ગૌ આધારિત ખેતી અને પર્યાવરણ ને તેના થકી થતાં ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી રઘુવંશી સોશ્યલ ગ્રુપ ધ્રાંગધ્રા ના જીતુભાઈ કોટક તથા મિલનભાઈ ગોવાણી તથા નિલેશભાઈ કોટક દરીયાલાલ દાદા મંદિર સેવા સમિતિ ના પી.જે.ઠકકર દ્રારા સમગ્ર વિશ્વ મા વસતા રઘુવંશી ઓ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના પર્યાવર્ણ સમિતિ ના અધ્યક્ષ કિરીટભાઈ એસ ભીમાણી, શ્રી દરિયાલાલ મંદિર, નરશીપરા, મા દર્શન અને આરતી નો લાભ લીધેલ, સાથે મંદિર સમિતિ દવારા તેમનું અને ટીમ નું ભાવભર્યું સ્વાગત કરવા મા આવેલ હતું


