Gujarat

વિદ્યાનગરમાં કામદાર યુવકનો પગ મશીનમાં આવી જતા કપાયો, તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો

આણંદ
વિદ્યાનગરમાં આવેલી પેઇન્ટ કંપનીમાં કામ કરતાં ૧૯ વર્ષિય કામદારનો પગ મશીનમાં આવી જતાં કપાઇ ગયો હતો. જેના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે જાણવા જાેગ નોંધ કરી તપાસ હાથ ધરી છે. આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં રહેતો સતિષભાઈ મનુભાઈ સોલંકી (ઉ.વ.૧૯) વિદ્યાનગરમાં આવેલી લીગભા પેઇન્ટ કંપનીમાં કામ કરે છે. તે ઘરેથી રાબેતા મુજબ કંપનીમાં કામ કરવા માટે આવ્યો હતો. તે પોતાનું કામ કરતો હતો. તે દરમિયાન સવારના સમયે અચાનક તેનો ડાબો પગ ઢીંચણ નીચેનો મશીનમાં આવી જતા કપાઈને જુદો પડી ગયો હતો. જેને લઈને સતીષ બેભાન થઈ ગયો હતો. આ ઘટનાને લઈને આજુબાજુના કર્મચારીઓ દોડી આવ્યા હતા. ગંભીર ઈજા પામેલા અને લોહી લુહાણ થઈ ગયેલા સતિષને તાત્કાલિક સારવાર માટે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. વિદ્યાનગર પોલીસે આ અંગે જાણવાજાેગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ગંભીર ઘટનાને લઈને સતીશના પરિવારજનોમાં ચિંતા વ્યાપી હતી.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *