મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર ખાતે તારીખ 9-11-2022 ના રોજ પાંચ દિવસના દિવાળી કેમ્પનું સમાપન થયું હતું. ગત તા- 5-11-2022 ના રોજ શરૂ થયેલ આ કેમ્પમાં નડીઆદ, વડોદરા, આણંદ અને ખંભાત જેવા જુદાજુદા વિસ્તારોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધો-8,9 માટેના આ કેમ્પમાં જુદા જુદા રીસોર્સ પરસન્સ દ્વારા અંગ્રોજી વ્યાકરણ, કારકિર્દી વિકાસ, સ્પોકન ઇંગ્લિશ, વાર્તા કથન, વ્યક્તિત્વ વિકાસ, જીવનમૂલ્યો, જનરલ નોલેજ તથા મોટીવેશન જેવાં વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયેલ આ તાલીમ તેઓના જીવનને સમૃદ્ધ કરે તેવી શુભેચ્છાઓ સંસ્થાના નિયામક જોન કેનેડીએ પાઠવી હતી.