Gujarat

વિદ્યાર્થીને પેપર ન આવડતા પૈસા મુક્યા સામે આવ્યું

સુરત
વર્ષ ૨૦૨૦ના નવેમ્બર અને ડિસેમ્બરમાં મ્.ર્ષ્ઠદ્બની છઠ્ઠા સેમ.ની પરીક્ષા પેન અને પેપર મોડથી લેવાઈ હતી. જેમાં એક વિદ્યાર્થીએ એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ ૨ વિષયના બે પેપરની બન્ને આન્સર બુકના પેજ નં. ૯ અને ૧૦ વાળ્યા હતા અને તેમાં રૂ.૨૦૦ની નોટ સ્ટેપલર કરી મૂકી હતી. જે પછીના પેજ નં. ૧૧ પર લખ્યું કે,‘મને વધારે આવડતું નથી, પ્લીઝ ઓપન પેજ, થેંક્યું’. આ બન્ને આન્સર બુક યુનિવર્સિટીમાં ચેકિંગ માટે આવી હતી. તે પછી આન્સર બુક ચેકિંગ કરનારા પ્રોફેસરે આ બાબતનો રિપોર્ટ કરી યુનિવર્સિટીને મોકલ્યો હતો. જેથી યુનિવર્સિટીએ વિદ્યાર્થીને બોલાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ જ વિષયની બંને પરીક્ષામાં ૫૪ વિદ્યાર્થી કાપલી સાથે પકડાયા છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીને બોલાવી પુછપરછ કરી હતી. જેમાં વિદ્યાર્થીએ યુનિવર્સિટીને એવું જણાવ્યું હતું કે, એડવાન્સ એકાઉન્ટિંગમાં પાસ થાવ તો ઓડિટિંગમાં ફેલ થતો હતો અને ઓડિટિંગમાં પાસ થાવ તો એડવાન્સ એકાઉન્ટિંગમાં ફેલ થતો હતો. જેથી મે પાસ થવા માટે આવું કર્યું હતું, બીજી વખત આવી ભૂલ નહીં થાય તેના પર ધ્યાન આપીશ. આ આખી બાબત ફેક્ટના સૂત્રોથી જણાય આવી છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીની રજૂઆત સાંભળી હતી અને તે બાદ નિયમો મુજબ વિદ્યાર્થીને એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ બન્ને વિષયમાં શૂન્ય માર્ક્‌સ આપ્યા હતા. તે સાથે રૂ. ૫૦૦ની પેનલ્ટી પણ કરી હતી અને બન્ને આન્સર બુકમાં મૂકાયેલી રૂ. ૨૦૦-૨૦૦ની બે નોટ પરત કરી હતી. યુજી અને પીજીની જુદા જુદા કોર્ષોની મોક ટેસ્ટ ૧૨ જાન્યુ.થી શરૂ થનાર છે. કોરોનાની સ્થિતિને જાેતા યુનિ.એ મોક ટેસ્ટ ઘરેથી આપી શકાય એવી સુવિધા ઊભી કરી છે. યુનિ.એ કડક શબ્દમાં સૂચના આપી કે, મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓના ગેરરીતિના કેસો વધુ આવશે તો ૨૭ જાન્યુ.થી શરૂ થતી મુખ્ય જાહેર ઓનલાઇન પરીક્ષા કોલેજ કે ડિપાર્ટમેન્ટમાં આપવાની રહેશે.વીર નર્મદ યુનિવર્સિટીના બેચલર ઓફ કોમર્સના છઠ્ઠા સેમેસ્ટરના એક વિદ્યાર્થીએ એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ વિષયની બન્ને પરીક્ષામાં પાસ થવા આન્સર બુકના પાના વાળીને રૂ. ૨૦૦-૨૦૦ની નોટ સ્ટેપલર કરી લખ્યું કે, મને આવડતું નથી.

BCom-account-paper.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *