સુરત
લોકરક્ષક દળની પરીક્ષા યોજાવા જઈ રહી છે. તે માટેની તમામ તૈયારીઓ વિભાગ દ્વારા સારી રીતે કરી લેવામાં આવી છે. પરીક્ષામાં ગરબડ કરતી રાજસ્થાનની ટોળકીને અગાઉ પકડી લેવામાં આવી છે. સંપૂર્ણ પારદર્શિતાથી આ પરીક્ષા યોજાશે ત્યારે આ પરીક્ષા અગાઉ યુવરાજસિંહને ઝડપી લેવાયા તે બાબત ખોટી છે. યુવરાજસિંહે પોલીસ સાથે જે કર્યું તેનો જ કેસ છે. કોઈ એક્સ્ટ્રા પગલાં લેવાયા નથી. કાયદો કાયદાનું કામ કરી રહ્યો હોવાનું વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.યુવરાજસિંહ દ્વારા જે પણ રજૂઆતો કરવામાં આવતી હતી. તે તમામ રજૂઆતોને સરકારે ગંભીરતાથી સાંભળી હતી અને તેના પર પગલાં પણ લીધા હતાં. પરંતુ આ કેસ અલગ છે. યુવરાજસિંહે જે કર્યુ તે ખોટું છે. યુવરાજસિંહે પોલીસના જવાનો પર ગાડી ચડાવી દેવા પ્રયાસ કર્યો. કારની બોનેટ પર કોન્સ્ટેબલ જે રીતે ચડી ગયા તે બધાએ જાેયું છે. જેથી કાયદો કાયદાનું કામ કરશે. યુવરાજસિંહની ધરપકડને અને પોલીસની લોકરક્ષકની પરીક્ષાને એકસાથે જાેડવી યોગ્ય ન હોવાનું કહેતા હર્ષ સંઘવીએ કહ્યું કે, પરીક્ષાને અને યુવરાજસિંહના કેસને કોઈ લેવા દેવા નથી. યુવરાજસિંહ પર કોઈ જ વધારાના પગલા લેવાયા નથી. પોલીસ ઓફિસર દ્વારા સમગ્ર કેસ કરવામાં આવ્યો છે. પોલીસ તેનું કામ કરી રહી છે.
