છોટાઉદેપુર જિલ્લાની 137-છોટાઉદેપુર,138-જેતપુરપાવી અને 139-સંખેડા આ ત્રણેય બેઠકો માટે બીજા તબક્કામાં 5 મી ડિસેમ્બરે યોજાનાર મતદાન પ્રક્રિયામાં જોતરાયેલા પ્રિસાઈડિંગ ઓફિસર ,આસિ. પ્રિસાઈડિંગ ઓફિસર, મહિલા પોલિંગ સ્ટાફ અને પટાવાળા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ગઈકાલ અને આજે છોટાઉદેપુર ની એસ એફ હાઈસ્કૂલ ખાતે,બોડેલીમાં ખત્રી વિદ્યાલય ખાતે અને કવાંટ ના ગોઝારીયા એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન સુવિધા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા હતા જ્યાં ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનું મતદાન કર્યું હતું, લોકશાહીના આ મહાપર્વમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની નૈતિક જવાબદારી નિભાવી હતી.છોટાઉદેપુર ખાતે ચાલી રહેલ પોસ્ટલ મતદાન સુવિધા કેન્દ્રની છોટાઉદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાઠવાએ પણ મુલાકત લીધી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર