રાજયભરમાં તેમજ સૌરાષ્ટ્રમાં ડુંગળી પકવતા ખેડૂતોને ડુંગળીના પાકના પૂરતા પ્રમાણમાં ભાવ મળતા ન હતા જેમને લઈને ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો, ડુંગળીની ખેતી કરતા ખેડૂતોએ અનેકવાર સરકાર સમક્ષ સહાય આપવા રજુઆતો પણ કરાય હતી ત્યારે રાજય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં ડુંગળી પકવતા ખેડૂતોને સહાય આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો,કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જણાવાયુ હતું ઉત્પાદન વધતાં ભાવો નીચા રહ્યા છે.
“આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સહાય ચૂકવવા નક્કી કરાયુ છે ત્યારે ખેડૂતોને એક બો૨ી દીઠ રૂા.૧૦૦ સહાય ચૂકવવામાં આવશે એટલે કે કિલો દીઠ રૂા.૨ સહાય જાહેર કરાય છે જેમને લઈને સૌરાષ્ટ્રના વિખ્યાત યાત્રાધામ વીરપુરના ખેડૂતોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અનેક વાર ધુમમ્સ અને ઝાકળ ભર્યા વાતાવરણને કારણે ડુંગળીના પાકમાં ઘણું ખરું નુકસાન ખેડૂતોને થયું છે જેમને લઈને આ વર્ષે ડુંગળીના પાકમાં પણ ઓછો ઉતારો આવ્યો છે.
રાજય સરકાર દ્વારા ડુંગળીના ભાવમાં કિલોએ બે રૂપિયા જેટલો વધારો કર્યો છે તે આવકારીએ છીએ પરંતુ રાજય સરકાર દ્વારા વધારો કરાયેલા ભાવ સાવ નજીવા કહેવાય માત્ર બે જ રૂપિયા એ ખેડૂતોને માત્ર ડુંગળીના પાકને લણવાની મજૂરી પણ ન થઈ શકે,ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે ડુંગળી વાવેતર થી લઈને ખાતર,જંતુનાશક દવાઓ વગેરે ખર્ચ પણ વધારે થતો હોય છે ત્યારે માત્ર કિલોએ બે રૂપિયાએ ડુંગળીના પાકને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવાનું ભાડું પણ માંડ થાય માટે ખેડૂતોએ રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકાર ડુંગળીના ભાવનું સારું એવું ડેવલોપમેન્ટ કરે અને કિલોએ વધારે રૂપિયાની સહાય કરે તેવી સરકાર સમક્ષ માંગ કરી હતી
હરેશ ભાલીયા જેતપુર