Gujarat

વિરમગામમાં ભાઈએ બહેન પાસે મોબાઈલ ફોન કે પૈસા આપવાની ના પાડતા હત્યા કરી

અમદાવાદ
વિરમગામ શહેરમાં ભાઈએ બહેન પાસે મોબાઈલ ફોન અને પૈસાની માંગણી કરતા મોબાઈલ ફોન કે પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ મિત્રો સાથે મળી સગા ભાઈએ બહેનના ગળા ઉપર છરીના ઘા મારી હત્યા કરી નાખવાનો ચોંકાવનારો બનાવ બનતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવમાં પિતાએ દિકરો તેમજ બે મિત્રો સામે ફરિયાદ વિરમગામ ટાઉન પોલીસ મથકે નોંધાવી હતી. ગણત્રીના કલાકોમાં આરોપી ઝડપાઈ ગયા હતા. ઉપરોક્ત બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ફરીયાદી જીવણભાઈ ગલાભાઈ (રહે. સેજપુર દરવાજા બહાર) મુસાફરી બંગલાના જણાવ્યા મુજબ રાત્રીના ઘરમાં પત્ની, દિકરી, વહુ ખાટલામાં સુતા હતા. તે દરમિયાન નાના દિકરો નરેશ તેના બે મિત્રો ધવલ શ્રીમાળી, સુમિત ઉર્ફે ખોખરો શ્રીમાળી રાત્રીના ઘરે આવેલા દિકરા નરેશે દિકરી કિરણ પાસે મોબાઈલ ફોન અને પૈસા આપવાની માંગણી કરતા આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ ગયેલા બન્ને મિત્રોએ દિકરીના હાથ પકડી રાખેલ મિત્ર ધવલે તેની પાસે રાખેલ છરી કાઢી નરેશને આપતા નરેશ છરી વડે પોતાની બહેન કિરણના ગળાના ભાગે બે ઘા મારતા લોહીલુહાણ હાલતમાં ઘરની બહાર બચાવો બચાવોની બુમ મારતા દોડી આવેલ અને ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *