મોટી બાણુગર તાલુકા પ્રાથમિક શાળા ખાતે નેશનલ ગેમ્સ-૨૦૨૨ અવેરનેશ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓને જુદી-જુદી રમતો રમાડવામાં આવી હતી. તેમજ શાળામાં વિવિધ રમતોમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઈનામો આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, સરપંચશ્રી અજયભાઈ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી નંદલાલભાઈ, શાળાના આચાર્યશ્રી કાનાણીભાઈ તથા શાળાનો સ્ટાફ, માધ્યમિક સ્કુલના આચાર્યશ્રી ભાલોડીયાભાઈ,પી.એચ.સી.સુપરવાઈઝર સહીત બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ ગેમ્સ અવેરનેશ અંગેના સપથ લીધા હતા.


