Gujarat

વિશ્ર્વ સંવાદ કેન્દ્ર દ્રારા એવોર્ડ મેળવનાર રખેવાળના તંત્રી તરૂણભાઈ શેઠનું ડીસાના શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન

ગિરગઢડા
ભરત ગંગદેવ.
આર.એસ.એસ.પ્રેરિત વિશ્ર્વ સંવાદ કેન્દ્ર દ્વારા છેલ્લા દસ વર્ષથી અલગ અલગ કેટેગરીમાં પત્રકારોને આધ પત્રકાર મહર્ષિ નારદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.આમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રિનીક,વેબ,રેડિયો સહિત તમામ મીડિયાનો સમાવેશ થાય છે.છેલ્લા 50 વર્ષથી એટલે કે 12 વર્ષ સાપ્તાહિક અને 38 વર્ષથી દૈનિક તરીકે ઉતર ગુજરાતમાં રખેવાળ દૈનિકે તેની મૂઠી ઉંચેરી છાપને સતત જાળવી રાખી છે.
તાજેતરમાં 22-5-2022 રવિવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો હોલમાં યોજાયેલ વિશ્ર્વ સંવાદ કેન્દ્રના ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં રખેવાળના તંત્રી તરૂણભાઈ શેઠનું એવોર્ડ તેમજ સાલથી દબદબાભેર સન્માન કરાયું હતું.આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને દૂરદર્શન દિલ્હીના ડાયરેક્ટર અશોક શ્રીવાસ્તવ તેમજ મહેમાનો તરીકે સંઘના પ્રાંત કાર્યવાહક શૈલેષભાઈ પટેલ, ટ્રસ્ટીઓ વિજયભાઈ ઠાકર તેમજ પ્રદીપભાઈ જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ડીસા શુભેચ્છક ગ્રુપે પણ તરૂણભાઈના સન્માનથી અત્યંત રાજીપો વ્યક્ત કરી તેમની શુભેચ્છા મુલાકાત લઈ સાલ,પુસ્તક, ફૂલછડીથી તેમનું સન્માન કર્યું હતું.આ અવસરે શુભેચ્છક ગ્રુપ ડીસાના નિષ્ઠાવાન અગ્રણીઓ સર્વ કનુભાઈ આચાર્ય, નટુભાઈ વ્યાસ, ભગવાનભાઈ બંધુ,જયંતિભાઈ ઓઢાવાળા,બળદેવભાઈ રાયકા,ચંદુભાઈ એટીડી,ગફુલભાઈ દેસાઈ,શશીકાંતભાઈ ત્રિવેદી,ઈશ્ર્વરભાઈ રાવળ,જયેશભાઈ દેસાઈ, દિનેશભાઈ કવિરાજ,મહેશભાઈ મનવર સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી તરૂણભાઈનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.કોરોના દરમિયાન સમાચારનું યોગ્ય રીતે પ્રસારણ કરી પ્રજાની સુરક્ષામાં મહત્તમ ઉપયોગી થવા બદલ ગૂગલ તરફથી પણ રખેવાળને રોકડ પુરસ્કાર મળેલ છે તે જાણી સૌએ વિશેષ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

IMG-20220608-WA0669.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *