ભાવિકોએ દેશમા કોરોના જેવી મહામારી ન આવે તેવી કરી પ્રાથઁના.સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર ભાવીકો માટે ખડેપગે….
ગિરગઢડા
ભરત ગંગદેવ
પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ દિવસે વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભાવીકો ઉમટી પડ્યા હતા અને હરહર મહાદેવ અને જય સોમનાથ થી વાતાવરણ શીવમય બન્યુ હતુ.
કોરોનાકાળ ના બે વર્ષ બાદ સોમનાથ ટ્રસ્ટ તથા સરકાર દ્રારા તમામ પાબંદીઓ હટાવી લેવામા આવી છે ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સવારે 5:30 કલાકે ખુલતાની સાથે જ ભાવીભકતો દશઁનાથે ઉમટી પડ્યા હતા . સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્રારા ભાવીકો શાંતીથી અને કતારબંધ દશઁન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થાઓ ગોઠવાઇ હતી અને ભાવિકોએ પણ સોમનાથ મહાદેવના દશઁન, પૂજા, આરતી કરી ધન્યતા અનુભવી હતી .આજે સોમનાથ મંદિર મા પ્રથમ ધ્વજારોહણ સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ તથા પૂજારીગણ દ્રારા કરવામા આવી .સોમનાથ ટ્રસ્ટ તથા દાતાઓ દ્રારા 8 જેટલા ભોજનપ્રસાદના ભંડારાઓ પણ વિનામુલ્ય કાયઁરત કરાયા છે
સમગ્ર દેશમા કોરોના એ છેલ્લા બે વર્ષ મા હાહાકાર મચાવ્યો હતો અને આ બે વર્ષ મા દેશે ઘણુ બધુ ગુમાવ્યુ છે ત્યારે હવે આ કોરોના જેવી વૈશ્ર્વીક મહામારી દેશમા ફરી ન આવે અને સમગ્ર દેશવાસીઓ સુખ, શાંતી મળે તે માટે ભાવિકોએ ભાવુક બની પ્રાથઁના કરી હતી .