Gujarat

વિશ્વપ્રસિદ્ધ માધવપુરના મેળામાં આવવા વધુ યાત્રીઓને આકર્ષવા માટે ગીરસોમનાથ જિલ્લા કલેકટરશ્રી દ્વારા હોટેલ એસોસિયેશન સાથે મીટીંગ કરીને

વિશ્વપ્રસિદ્ધ માધવપુરના મેળામાં આવવા વધુ યાત્રીઓને આકર્ષવા માટે ગીરસોમનાથ જિલ્લા કલેકટરશ્રી દ્વારા હોટેલ એસોસિયેશન સાથે મીટીંગ કરીને યાત્રિકોના રેહવા,ભોજન,અને પ્રવાસની ઉત્તમ વ્યવસ્થા ઊભી કરાઇ
મેળા દરમ્યાન વેરાવળ-સોમનાથ અને તાલાલાની હોટલોમાં ૧૦-૦૪-૨૦૨૨ થી ૧૫-૦૪-૨૦૨૨ સુધી ૨૫% ડિસ્કાઉન્ટ ઉપરાંત ટૂરિસ્ટોને માધવપુર મેળામાં જવાના પેકેજમાં પરિવહન એક સમયની ભોજનની વ્યવસ્થા 800₹ માં પુરી પાડવામાં આવશે
સુપ્રસિદ્ધ માધવપુરનો મેળો આગામી ૧૦ થી ૧૩ એપ્રિલ સુધી યોજાશે મહામહિમ રાષ્ટ્રપતિ ,ઉત્તર પૂર્વના આઠ રાજ્યના આઠ માનનીય મુખ્યમંત્રી  અને ગુજરાતના મહામહિમ રાજ્યપાલ  અને માનનીય મુખ્યમંત્રી  ઉપસ્થિત રહેશે
  ગિરગઢડા
  ભરત ગંગદેવ..
પાંચ હજાર વર્ષ પૂર્વે  કૃષ્ણ અને રુકમણી માતાના લગ્ન ની સ્મૃતિમાં પાંચ સૌકાઓ થી યોજાતો માધવપુરનો મેળો ન માત્ર ગુજરાત પરંતુ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ થયો છે ત્યારે ગુજરાતની પારંપારિક સંસ્કૃતિનું પ્રદર્શન કરતા આ મેળામાં મહામહિમ રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદ, ઉત્તર પૂર્વના આઠ રાજયો ના આઠ માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત અને માનનીય મુખ્યંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહીને વાતાવરણની શોભામાં અભિવૃદ્ધિ કરશે.
          તત્કાલીન વિદર્ભ દેશ કે જે આજે અરુણાચલ પ્રદેશ તરીકે ઓળખાય છે તે માતા રૂક્ષ્મણી નું જન્મ સ્થળ હોય તેમજ દ્વારિકા ના રાજા ભગવાન  કૃષ્ણ તેમને માધવપુર લાવીને પરણ્યા હોય ત્યારે ઉત્તરપૂર્વીય રાજ્યો અને ગુજરાત ના પૌરાણિક અને ઐતિહાસિક સુભગ સમન્વયને નિહાળવા ઉત્તર પૂર્વના ૮ રાજ્યોના માનનીય મુખ્યમંત્રી  માધવપુરના મેળામાં ઉપસ્થિત રહેનાર છે.
           ત્યારે દેશવિદેશના લોકો માધવપુર ના મેળાને માણવા તેમજ ગુજરાતની પૌરાણિક સંસ્કૃતિના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે જિલ્લામાં સોમનાથ અને તાલાલા ખાતે આવતા યાત્રીકો માધવપુર ના મેળા નો લાભ લઇ શકે તેના માટે જિલ્લા કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલ સાહેબ ની અધ્યક્ષતા માં વેરાવળ અને તાલાલાના હોટલ સંચાલકો અને માલિકોની મીટીંગ યોજાઇ હતી. જેમાં વેરાવળ અને તાલાળા ની તમામ હોટલોમાં મેળા દરમ્યાન આવનાર ટૂરિસ્ટોને 25% ડિસ્કાઉન્ટ સાથે હોટેલ થી માધવપુર સુધી લઈ જવા માટે ગાઈડ સાથે બસની ઉત્તમ સુવિધા ભોજન સહિતની વ્યવસ્થા નજીવા દરે પેકેજમાં પૂરી પાડવામાં આવશે. આ તમામ માહિતી હોટલોના રિસેપ્શન પર પોસ્ટર દ્વારા લગાવીને સોમનાથ અને તાલાલા આવતા યાત્રીઓને માધવપુર ના મેળા ની મુલાકાત લેવા માટે પ્રેરણા આપવામાં આવશે તેમ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં નક્કી કરાયું હતું. માધવપુર મહોત્સવ અને હોટલો અંગે વધુ માહિતી www.madhavpurfair.in પર ઉપલબ્ધ છે. ઉપરાંત માધવપુર મહોત્સવના સુચારુ આયોજન માટે માનનીય કલેકટર સાહેબ દ્વારા ૧૧ સમિતિની રચના પણ કરવામાં આવી છે.

IMG-20220401-WA0577.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *