છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની ટી સી કાપડિયા કોલેજ મેદાનમાં રાજ્યના મંત્રી મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનું યોજાયો હતો, વિકાસ મોડેલ ગુજરાતને સ્માર્ટ રાજ્ય બનાવવાની દિશામાં ગુજરાત સરકાર પ્રયાસ ના ભાગ રૂપે વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા અનુસૂચિત જાતિ રાજયકક્ષાના મંત્રી મનીષાબેન વકીલ ના હસ્તે 10.52 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને રૂપિયા 4.83 કરોડના પૂર્ણ થયેલ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતજ, સાથે ONGG ના CSR ફંડ માંથી મનઃ સૃષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લાની ક્ષય ગ્રસ્ત મહિલાઓને પોષણ કિટ નું વિતરણ કરવામાં આવ્યું, ઉપરાંત સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CSR ફંડ માંથી જિલ્લા આરોગ્ય વિભાગ ને અપાવમાં આવેલ ICU ON WHEEL એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતુંકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને સમાજના સમતોલ વિકાસ માટેની યોજનાઓ અને રાજ્યના ભુપેન્દ્ર પટેલ ની સરકાર દ્વારા છેવાડાના. માનવી સુધી તેના વિકાસ માટેની યોજનાઓ પહોંચાડવામાં આવી રહી છે,ત્યારે શિક્ષણ ક્ષેત્રે શરૂ કરાયેલ સ્માર્ટ કલાસ થી ગુજરાત સ્માર્ટ રાજ્ય બનવા તરફ આગળ વધી રહ્યું છે .કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા ,સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી ,જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી સાહિત જીલ્લાનાં અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ પંથક ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


