Gujarat

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા તાઝીમ ઇકબાલભાઇ જુણેજાની રૂ. ૧,૮૦,૦૦૦/- ની કીંમતની ખોવાયેલ ઓટો રીક્ષા જૂનાગઢ પોલીસ દ્રારા શોધી કાઢેલ

💫 _તાઝીમ ઇકબાલભાઇ જુણેજા ઓટો રીક્ષા ચલાવી પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતા હોય, તા. ૦૨/૦૨/૨૦૨૨ના રોજ જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે પોતાની ઓટો રીક્ષા રજી. નં GJ 01 DY 6170 પાર્ક કરેલ હતી અને તેઓ રેલ્વે સ્ટેશનમાં કોઇ પેસેન્જર મળે તેની રાહમાં હતા, ભાડુ કરવા માટે પેસેન્જર મળી જતા *તેઓ પોતાની ઓટો રીક્ષા જે સ્થળે રાખેલ હતી ત્યા પેસેન્જર સાથે ગયેલ તો તેમની ઓટો રીક્ષા જોવા મળેલ ના હતી, તેમણે આ ઓટો રીક્ષા પોતાની પરસેવાની કમાણીથી ખરીદી કરી હોય અને તેમની રોજી રોટી જેમાં હોય તે સાધન જ ગુમ થઈ જતા તે અને તેના સાથી રીક્ષા ચાલકો ખૂબજ પરેશાન થઇ ગયેલ* અને આ ઓટો રીક્ષા ગુમ થયાની જાણ જૂનાગઢ શહેરના બી ડીવી. સ્ટાફને કરતા બી ડીવીઝન સ્ટાફ દ્રારા નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને બી ડીવીઝન પો.સ્ટે. દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
💫 _જૂનાગઢ રેન્જના *ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ્ટે.ના પી.આઇ. આર.એસ.પટેલ, પો.કો. રઘુવીરભાઇ વાળા, મુકેશભાઇ મકવાણા, પરેશભાઇ હુણ અને નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એન્જીનીયર શ્રી પાર્થભાઇ ભલાણી, તુષારભાઇ ટાટમીયા, સહિતની ટીમ દ્વારા *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમરાના ફૂટેજ દ્રારા ઓટો રીક્ષા રજી. નં GJ 01 DY 6170 જે સ્થળેથી પસાર થયેલ તે રૂટ શોધી કાઢેલ.*_
💫 _*તે ઓટો રીક્ષા નંબર આધારે CCTV કેમરામાં ઓટો રીક્ષા દિવાન ચોક તરફ જતી જોવા મળેલ* તે આધારે બી ડીવી. સ્ટાફ દ્રારા સ્થળે રૂબરૂ તપાસ કરતા ઓટો રીક્ષા દિવાનચોક થી હવેલી ગલીના રસ્તે પડેલ હતી, તાઝીમ જુણેજાને સાથે રાખી ઓટો રીક્ષાની ઓળખ કરાવતા અરજદારે આ ઓટો રીક્ષા પોતાની જ હોવાનુ કબુલ્યુ અને તેના આધાર પુરાવા રજુ કરેલ હતા, તાઝીમ જુણેજાને ઓટો રીક્ષા મળી જતા તેઓએ આગળ કોઇ પોલીસ ફરીયાદ કરવાનુ ટાળેલ હતુ._
💫 _*જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને બી ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીની મિનીટોમાં અરજદાર તાઝીમ ઇકબાલભાઇ જુણેજાની પોતાના પરીવારનુ આવકનુ એક માત્ર સાધન એવી રૂ. ૧,૮૦,૦૦૦/-ની કીંમતની ઓટો રીક્ષા સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે…._
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20220206-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *