સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા-૧ સીઆરસી અંતર્ગત શ્રી પે સેન્ટર શાળા નં.૧માં વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી જેમાં દિવ્યાંગ બાળકો તથા સામાન્ય બાળકો વચ્ચે ચિત્ર દોરવા, બાલગીત, અભિનય ગીત જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમમા શ્રી મહેશભાઈ જાદવ દ્વારા પ્રસંગિક પ્રવચન તથા અજયભાઈ આર મહેતા (વિશિષ્ટ શિક્ષક) દ્વારા દિવ્યાંગ બાળકો તથા સામાન્ય બાળકોને વિશ્વ દિવ્યાંગ દિનની માહિતી આપી તથા દર્શનાબેન જોષી (બીઆરસી સાવરકુંડલા) દ્વારા આશિર્વચન આપેલ. સમગ્ર કાર્યક્રમના આજીવન દાતા સ્વ.શ્રી રમણીકભાઈ આર. મહેતા (કેશોદ જીલ્લો:જુનાગઢ) દ્વારા દિવ્યાંગ તથા સામાન્ય બાળકોને વુડન પેડ, ફુલસ્કેપ ચોપડો, બોલપેન તથા નાસ્તો આપવામાં આવેલ. આભારવિધિ શ્રી ભૂમિકાબેન મહેતા દ્વારા કરવામાં આવી.


