રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
૧૦.ઓક્ટોબર એટલે કે’માનસિક આરોગ્ય દિવસ’ પર કઠલાલ ખાતે આવેલ જવાહર
નવોદય વિદ્યાલયના બાળકોને વિવિધ ક્રિયા-કલાપો દ્વારા માનસિક આરોગ્ય વિશેની સમજણ આપવામાં આવી હતી.
શાળાના કાઉન્સેલર ડૉ.વિજય પટેલે બાળકોને માનસિક રીતે સ્વસ્થ્ય રહેવા અંગે વક્તવ્ય અને વિવિધ ક્રિયાકલાપો દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.દિપાવલી વેકેશનમાં ગયેલા બાળકોને ઓનલાઇન વિડિયો અને વિવિધ ક્રિયાકલાપોના
માધ્યમથી માનસિક રીતે સ્વસ્થ્ય રહેવા અંગેની સમજણ આપી હતી.
આ કાર્યક્રમમાં શાળાના પ્રાચાર્ય..અનિલ કામ્બલે ઉપરાંત શિક્ષકોમાં ગજેન્દ્રકુમાર ગહેલોત, ડી.એસ. મીસ્ત્રી ઉપરાંત અન્ય સ્ટાફ સદસ્યોએ હાજર રહી માનસિક રીતે સ્વસ્થ્ય રહેવા માટે વિવિધ ક્રિયાકલાપોમાં ભાગ લીધો હતો.


