મહેસાણા
વિસનગર તાલુકાના પાલડી ગામે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ ૧૮મી સભા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજ અને અન્ય સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વિપુલ ચૌધરીએ અગાઉની સભાઓમાં જે પ્રકારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના રાજીનામાની વાત કરી હતી. એ જ વાત ફરી એક વાર પાલડી ખાતેની સભામાં કરી હતી. વિપુલ ચૌધરી હાલમાં ગામેગામ અર્બુદા સેનાના સંગઠનને મજબૂત કરવા સભાઓ યોજી રહ્યા છે. મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો અર્બુદા સેનામાં જાેડાઈ રહ્યા છે જેને લઈ અર્બુદા સેના મજબૂત બની રહી છે. અનેક સરકારો જાેઈ અને અનેક પ્રવૃતિઓ જાેઈ અંતે જે દબાય છે એને જ બધા દબાવવાના પ્રયત્ન કરે છે. જે નથી દબાવવાના એને કોઈ દબાવી શકતું નથી. વધુમાં જણાવ્યું કે, અત્યારે જ્યારે ખાનગી સંસ્થાઓને પ્રોત્સાહન આપવાની પ્રવુતિ ચાલતી હોય ત્યારે જુના મહેસાણા જિલ્લામાં ઘણી ખાનગી ડેરીઓ છે. જેમાં વિસનગરના ધારાસભ્ય કદાચ સરદાર ડેરી કે વિમલ ડેરીના એજન્ટ તરીકે પણ કામ કરતા હશે. એમ કહી વિપુલ ચૌધરીએ ઋષિકેશ પટેલના રાજીનામાની ફરી એક વખત માંગ કરી હતી. વિપુલ ચૌધરીએ કહ્યુ કે, ડેરીની ચૂંટણીમાં ખોટું કર્યુ છે જેથી મંત્રી રાજીનામું આપો અને જાે આ પ્રવૃતિ ના કરી હોય તો જાહેરમાં ખુલાસો કરો. ડેરીમાં ચૂંટણી વખતે ખોટું કર્યું એક વર્ષ સુધી અમે ચૂપ રહ્યા. બીજા સમાજના વડીલો વિપુલ ચૌધરીની શક્તિ ઓળખતા હતા. અર્બુદા સેનાની શરૂઆત ખેરાલુથી કરી છે. ત્યારે બધાએ હનુમાન બનવું પડશે અને લંકામાંથી રાવણ કાઢવો પડશે. અત્યારે સાયકલ પર ફરતા લોકો મોંઘી ગાડીઓમાં આવી ગયા છે.
