Gujarat

વિસનગરના યુવકે પાંચ લાખ આપી લગ્ન કર્યા અને દુલ્હન ભાગી ગઈ

વિસનગર
વિસનગર શહેરની થલોટા રોડ પર આવેલ પંચશીલ રેસીડેન્સીમા રહેતા યુવકને વલસાડ ખાતે રહેતી યુવતી સાથે પાંચ લાખ રૂપિયા આપી લગ્ન કરાવી તેના યુવતીના પિયરજનો આવી યુવતીને લઈ જતા રહ્યા હતા. ત્યારે યુવકે ફોન કરતાં સામેથી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. યુવકના પિતા મરણ પામ્યા હોવાથી યુવતી તેની માતા સાથે રહેતી હતી તેથી લગ્ન કરતા સમયે યુવક સામે ૫ લાખ રુપિયાની શરત મૂકવામાં આવી હતી. જેથી યુવકે હા પાડી તે જ સમયે ૫૦ હજાર રોકડા આપ્યા હતા અને બાકીની રકમ લગ્ન પછી આપવાનું નક્કી થયુ હતું. બંનેના લગ્ન ૨૨-૦૪-૨૦૨૨ના રોજ એક હોટલમાં થયા હતા. દિવસ વિતતા ગયા તેમ પત્નીએ અસલ રંગ બતાવાનું શરુ કર્યું. યુવતી પિયર જતી રહી ફોન કરતા કહેતી કે થોડા દિવસમાં આવી જઈશ. ઘણા દિવસો વિત્યા બાદ ફોન કરતા યુવકને જીવથી મારી નાખવાની ધમકી મળી હતી. છેવટે કંટાળી યુવકે પોલીસનો સહારો લેવાનું નક્કી કર્યું અને પત્ની અને તેના પિયરયા સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. પોલીસે આઈપીસી ૪૨૦,૧૨૦મ્ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગર શહેરમાં એક યુવક લગ્નનું કાવતરું રચી ૫ લાખ સેરવી લેતા છેતરપિંડીનો શિકાર બન્યો છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *