Gujarat

વિસનગરમાં ઠાકોર સમાજના યુવાનોને જીપીએસસી તાલીમ વર્ગ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

વિસનગર
વિસનગરમાં ગંજબજાર હોલ ખાતે મહેસાણા જિલ્લા ઠાકોર કર્મચારી મંડળ દ્વારા ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે જીપીએસસી તાલીમ વર્ગ માટે વિદ્યાર્થી માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ પણ આગળ આવે તેમજ પરીક્ષા અંગે સભાન થાય અને તે વિદ્યાર્થીઓ જીપીએસસીની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ સમાજનું નામ રોશન કરે તે હેતુથી આ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા જિલ્લા ઠાકોર કર્મચારી મંડળ દ્વારા ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે જીપીએસસી કોંચિગ ક્લાસ પણ શરૂ કરવાના હોવાથી જે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને માહિતગાર કરવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો પ્રવેશ ટેસ્ટ આવતા શનિવારે તારીખ ૧૭/૦૯/૨૦૨૨ના રોજ જી.ડી.હાઇસ્કુલ ખાતે બપોરે રાખવામાં આવ્યો છે. આ માર્ગદર્શન સેમિનારમાં જિલ્લા કર્મચારી મંડળના પ્રમુખ દશરથજી ઠાકોર, કારોબારી અધ્યક્ષ બાબુજી ઠાકોર, મહામંત્રી રામાજી ઠાકોર, આમંત્રિત મહેમાન વજુજી ઠાકોર નયન સચિવ, અરવિંદજી મકવાણા સેક્શન ઓફિસર, રણજીતજી ઠાકોર પૂર્વ મહેસાણા જિલ્લા પ્રમુખ તેમજ વાલીઓ સહિત વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *