Gujarat

વિસનગર આઇ.ટી.આઇ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

વિસનગર
વિસનગરમાં આવેલ આઇ.ટી.આઇ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગર સહિત આજુબાજુ વિસ્તારમાં ધાર્યા કરતા વધારે વરસાદ પડતા વૃક્ષોને નવું જીવન મળી રહે તે માટે ભારત વિકાસ પરિષદ શાખા વિસનગર, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ટીમ અને વિસનગર આઇ.ટી.આઇ ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આઇ.ટી.આઇ ના મેદાન ખાતે ૧ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હતા. પર્યાવરણ લક્ષી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પેલા તો અમે વર્ષાઋતુને અમે અભિનંદન આપીએ છીએ કે ધાર્યા કરતાં ડબલ વરસાદ પડ્યો અને આ વરસાદનો લાભ અમે ધરતીને આપીએ અને એ ધરતી આપણને ઑક્સિજન આપે એના ભાગરૂપે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, આઇટીઆઇ અને ભારત વિકાસ પરિષદની સાથે રહીને ૧ હજાર પ્લાન્ટેશન અમે ઑક્સિજન પાર્કના એક ભાગરૂપે આજે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અત્યારસુધી તો અમારું આ ૨૮મું વર્ષ ચાલે છે. જાતે તો મે ૧૫ લાખ થી વધારે ઝાડ વાવ્યા છે પણ ૭ થી ૮ કરોડ ઝાડ અને પશુપાલન સાથે અને વૃક્ષપાલનના નારા સાથે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં અત્યાર સુધી અમે અમારા ટીમ ગ્રીન ગ્લોબલ ટીમ જે ૧૨૦૦ એનજીઓ બનાવી છે. એના નીચે લોકો અત્યારે હજારો, લાખો અને કરોડો વૃક્ષો વાવી રહ્યા છે. તેનો આજે અમને આનંદ છે. અમે સંદેશો આપવા માગીએ છીએ કે મનુષ્ય પોતાના જીવનમાં ૧૩ જાતનું ઑક્સિજન લે છે. તો મર્યા પેલા એક ઝાડ પણ આ ધરતીને આપીને મરે અને પોતે આ ધરતીનું ઋણ અદા કરે તેવી અમે આખા ગુજરાતની પ્રજાને અપીલ કરીએ છે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *