મહેસાણા
વિસનગર-માણસા હાઇવે પર કડા સિદ્ધેશ્વરી માતાજી નજીક આજે સવારે એક વેગેનાર ગાડી પસાર થઈ રહી હતી. જેમાં એકાએક આગ લાગતા ગાડીમાં સવાર લોકો ના જીવ અદ્ધર થઈ ગયા હતા. બાદમાં સમયસુચકતાથી ગાડી ચાલક સહિત ગાડીમાં બેઠેલા લોકો બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી. જાે કે વિસનગર ફાયર ટીમને જાણ થતાં રાહત કામગીરી કરવામાં આવી હતી અને કારમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. કારમાં લાગેલી આગની ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી નહોતી. જાે કે ગાડી બળીને ખાખ થઈ જતા ચાલકને આર્થિક નુકસાન પહોચ્યું હતું.મહેસાણા જિલ્લામાં આજે શુક્રવારે વહેલી સવારે એક ચાલુ ગાડીમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી પ્રમાણે વિસનગર-માણસા હાઇવે પર પસાર થતી ગાડીમાં એકાએક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. જાે કે કોઈને જાનહાની પહોંચી નથી. તેમજ ગાડીમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
