Gujarat

વિસનગર શહેરમાં ચોરોનો તરખાટ ૪.૫૦ લાખથી વધુની ચોરી

વિસનગર
વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલ ગેલેક્ષી સુપર બંગ્લોઝમાં રહેતા પટેલ સંજયકુમાર કાન્તિલાલ ગુરૂવારે રાત્રે તેમના પરિવાર સાથે ઘરની બહાર સુઇ રહ્યા હતા તેવામાં તેમના મકાનની પાછળ બારીની ગ્રીલ તોડી અજાણ્યા શખ્સોએ મકાનની અંદર પ્રવેશ કર્યો હતો જ્યાં તિજાેરીમાં રહેલ ૬૨ હજારની રોકડની ચોરી કરી હતી જ્યારે શહેરના મહેસાણા રોડ ઉપર સિધ્ધેશ્વરી માતાના મંદિર નજીક આવેલ સંસ્કૃતિ બંગ્લોઝમાં રહેતા પટેલ વસંતભાઇ બળદેવભાઇ તેમના પરિવાર સાથે બહાર સુઇ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમના મકાનની પાછળથી બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી તિજાેરીમાં રહેલ અઢી તોલાની સોનાની બંગડીઓ, બે તોલાની ચેઇન અને ૨૫ હજારની રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બંન્ને પરિવારોએ મકાનમાં જઇ તપાસ કરતાં ચોરી થઇ હોવાનું જાણવા મળતાં આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સોસાયટીમાં લગાવાયેલ સીસીટીવી કેમેરાને આધારે તપાસ હાથ ધરી છે. જાે કે આ લખાય છે ત્યાં સુધીમાં ફરિયાદ દાખલ થવા પામી નથી.વિસનગરમાં મહેસાણા રોડ ઉપર આવેલ સંસ્કૃતિ બંગ્લોઝ અને ગેલેક્ષી સુપર બંગ્લોઝમાં રહેતા બે પરિવારો રાત્રે પોતાના ઘરની બહાર સુઇ રહ્યા હતા. તે દરમિયાન પાછળની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશેલ તસ્કરો રોકડ સહિત સોના-ચાંદીના દાગીના સહિત ૪.૫૦ લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવને લઇ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ સીસીટીવી ફુટેજને આધારે તપાસ હાથ ધરી છે જાે કે આ લખાય છે ત્યાં સુધી ફરિયાદ નોંધાઇ ન હતી.

Theft-over-Rs-4.50-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *