Gujarat

વીએચપી નેતાને હત્યાની ધમકી આપનાર આરોપી સિરાજની પોલીસે ધરપકડ કરી

બોટાદ
બોટાદ વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ટાંકોલીયાને ગત તારીખ ૫ મેંના રોજ બપોરના ત્રણેક વાગ્યે નાગલપર દરવાજા પાસે નંબર વગરની સ્વીફ્ટ કારમાં આવેલ સિરાજ ઊર્ફે ડોન ખલ્યાણી દ્વારાકારમાં બેસાડી અને કહ્યું “ગામમા તમે હનુમાનજી મદિર ઉપર લાઉડસ્પીકર બાંધેલા છે. તે ઊતારી લેજાે નહિતર કિશન ભરવાડ વાળી થશે અને અમારું શું કરી લેશો? તમને ગાડીમાં બેસાડી તમારૂં અપહરણ કરી જાવ તો મારું કઈ નહીં કરી શકો. તમે બધા અમારા ધ્યાનમાં જ છો માપમાં રેહજાે નહિતર જાન નથી મારી નાખીશ”તેવી ધમકી આપી હતી. આ સમગ્ર મામલે મહેન્દ્રભાઈ દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનમાં સિરાજ ઉર્ફે ચિરો ડોન હુસેનભાઈ ખલ્યાણી રહે-બોટાદ વાળા સામે ફરિયાદ ન નોંધાવી હતી છે જેને લઈ બોટાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બોટાદ શહેરમાં વિશ્વ હિન્દૂ પરિષદના શહેર પ્રમુખને અપહરણ અને હત્યા કરવાની ધમકી આપનાર સિરાજ ઊર્ફે ડોન ખલ્યાણીની પોલીસે ધરપકડ કરી છે. ગત તારીખ ૫ મે ના રોજ બોટાદ વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ટાંકોલીયાને સિરાજે કારમાં બેસાડી અપહરણ અને હત્યા કરવાની ધમકી આપી હતી. જે બાદ મહેન્દ્રભાઈએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે સિરાજની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *