તાલુકા ભાજપ પ્રમુખના ભત્રીજાની થોડા સમય પહેલા વ્યાજખોરોએ માર્યો હતો માર.
વીરપુરમાં એક યુવતીનો પીછો કરી હેત પ્રાઇમરી સ્કૂલના સંચાલકે પજવણી કરી છેડતી કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે આરોપીને પકડી લેવા પોલીસે વધુ તપાસ આદરી છે.બનાવની વિગતો અનુસાર,વીરપુરમાં રહેતા એક યુવતીએ પોલીસ ફરિયાદમાં અનિલ ભનુભાઈ સરવૈયાનું નામ આપતા તેની સામે કલમ 354 ( ક ) , 506 ( 2 ) એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધી એસસીએસટી સેલના અધિકારીએ વધુ તપાસ આદરી છે.યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,અનિલ વીરપુરમાં હેત પ્રાઇમરી સ્કુલ ચલાવે છે.તેમજ ચલાવતા સ્કૂલનો સંચાલક છે.અગાઉ લલચાવી ફોસલાવી અનિલે યુવતી સાથેનું લગ્ન નોંધણીનું બોગસ સર્ટિ બનાવી લીધું હતું.ત્યારબાદ યુવતીને હવે આપણે પતિ પત્ની બની ગયા છીએ.ત્યારબાદ અવાર નવાર આ મામલે ઝઘડો કરતા યુવતીએ આ તમામ સઘળી હકીકત તેમના માતા પિતાને જણાવતા જ્ઞાતિના આગેવાનોને સાથે રાખી અનિલને બોલાવી તેની સાથે છુટા છેડા કરાવ્યા હતા.ત્યારબાદ યુવતીના અન્ય યુવક સાથે પરિવારે સગાઈ કરાવી હતી.આ વાતની જાણ અનિલને થતા લગ્ન નોંધણીના સર્ટિ અને ફોટા યુવકને મોકલી યુવતીની સગાઈ તોડાવી નાખી હતી.આમ છતાં અનિલ અવારનવાર યુવતીનો પીછો કરી પજવણી કરતો હતો.તેમની સ્કૂલ નજીક જ શારીરિક અડપલાં કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અને બાબતે કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ડરીને માતા પિતાને આ બાબતે હકીકત જણાવી વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ અંગે હાલ વિરપુર પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ આદરી છે .
હરેશ ભાલીયા જેતપુર
