Gujarat

વૃદ્ધ અશક્ત મતદારોએ મતદાન માટે દાખવ્યો ઉત્સાહ

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધ અને અશક્ત મતદારો માટે વ્હિલચેરની વ્યવસ્થા સહિતની સુવિધા કરવામાં આવી છે. જેથી આ મતદારો પણ સરળતાથી મતદાન કરી શકે. આ સંદર્ભે કેશોદની વાછાણી સ્કૂલના મતદાન મથક પર મતદાન કરવા આવેલા વૃદ્ધ મંજુલાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, અમારા જેવા વૃદ્ધો માટે આવી સુવિધા કરવામાં આવી છે. જેથી અમે સરળતા રહે છે. આ માટે તેમણે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *