Gujarat

વેરાવળના કિંદરવા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો: બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લીધો લાભ  

ગિરગઢડા
 ભરત ગંગદેવ
  વેરાવળના કિંદરવા ગામ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સેવાઓ અને યોજનાઓના લાભ માટે મળેલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રાશન કાર્ડમાં ફેરફારો, મહિલાઓ અને બાલિકાલક્ષી યોજનાઓ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ, ઇ-શ્રમ કાર્ડ, પશુ સંબંધિત સેવાઓ જેવી અનેકવિધ સેવાઓ લોકોને એક જ સ્થળે પુરી પાડવામાં આવી હતી.

IMG-20220113-WA0542.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *