Gujarat

વેરાવળમાં યુવતી પર હુમલો કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

ગીર સોમનાથ
ગુજરાતમાં યુવતીઓ અને સગીરાઓ પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સુરત અને ગાંધીનગર બાદ ગીર સોમનાથના વેરાવળમાં પણ ઘરમાં એકલી રહેલી યુવતી પર વેરાવળના પ્રેમી દ્વારા હુમલાની ઘટના બની છે. હુમલાનો ભોગ બનેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખેસડવામાં આવી છે. ઘટનાસ્થળ પરથી એક હથોડી અને એસિડની બોટલ પણ મળી આવતા ચકચાર મચી છે. આરોપી પ્રેમી એસિડ એટેકના ઈરાદે ઘૂસ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.વેરાવળના પોશ ગણાતા ટાગોર સોસાયટીમાં આવેલા મકાનમાં ઘરમાં ઘૂસી એક ઝનૂની પ્રેમીએ યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે યુવતીએ બચવા માટે બૂમો પાડતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ લોહી લુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે ખસેડી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી યુવકની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે આ ઘટના પાછળ પ્રેમ સંબંધ કારણભૂત હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. છેલ્લા ચારેક વર્ષથી બેઉ પ્રેમ સંબંધમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જાે કે યુવતી સાથે અણબનાવના પગલે ઉશ્કેરાટમાં આવી યુવકે કૃત્ય આચર્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં યુવતી સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર છે. જાે કે પોલીસ તપાસમાં ટેક્નિકલ સર્વેલન્સ ટીમ દ્વારા આરોપી યુવક અને ભોગ બનનાર યુવતીના મોબાઈલ સહિતની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવે તો અનેક સ્ફોટક રહસ્યો પરથી પડદો ઉંચકાવાની સંભાવના લોક મુખે ચર્ચાઈ રહી છે. હાલમાં પોલીસે વેરાવળના જ આરોપી યુવક યશ બિપિનભાઈ કારીયા વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *