Gujarat

વેરાવળમાં વ્યાજને લઈ બે ઈસ્મોએ હેરાન કરતા વેપારીએ ઝેરી દવા પીધી

ગીર સોમનાથ
વેરાવળમાં ગાયત્રી મંદિર પાસે રહેતા યોગેશભાઇ વેલજીભાઇ ચાંદેગરા પ્રજાપતી ઉ.વ. ૪૦ બસ સ્ટેશન રોડ ઉપર ઓમ સર્જીકલ નામની દુકાન ધરાવતા અને દવાનો હોલસેલનો વેપાર ધંધો કરે છે. તેમને આજથી નવેક મહિના પહેલા દુકાનનો માલસામાન લેવા નાણાંની જરૂરીયાત ઉભી થતા તેમના પરિચીત સીમાર ગામના સુરેશભાઇ ડોડીયા પાસેથી રૂ.૧.૫૦ લાખ ત્રણ ટકા વ્યાજે લીધા હતા. તેની સામે એચડીએફસી બેંકનો ચેક આપ્યો હતો. ત્યારબાદ વધુ નાણાંની જરૂરીયાત ઉભી થતા સીમારના જ જયેશભાઇ ડોડીયા પાસેથી ૫ લાખની રકમ ત્રણ ટકા વ્યાજે લીધા હતા. તેમને પણ ચેક આપ્યો હતો. બાદમાં પિતાજીને કોવિડની બીમારી થતાં નાણાંની જરૂરીયાત ઉભી થતા જયેશભાઇ પાસેથી વધુ ૪ લાખ પાંચ ટકા વ્યાજે લીધેલ જેની સામે પ્રોમીસરી નોટ પણ લખી આપી હતી. વેપારી યોગેશભાઈ પાસેથી બંન્ને શખ્સો દર મહિને નિયમીત રીતે વ્યાજ લઇ જતા હતા. દરમ્યાન સુરેશભાઇ પાસેથી લીધેલા રૂ.૧.૫૦ લાખની ૨કમ તા. ૨૦ જૂને આપવાનું નક્કી થયું હતું. પરંતુ તેમના સ્વજન મનસુખભાઇનું મૃત્યુ થવાથી આપી શક્યા નહોતા. જેથી યોગેશભાઈને બંન્ને ફોન કરી જેમ ફાવે તેમ બોલી રકમની ઉઘરાણી કરતા હતા. આ સાથે જયેશભાઇ ડોડીયાએ પણ રૂ. ૫ લાખ આપવા દબાણ કરી ધમકીઓ આપી રહ્યા હતા. આમ બંન્ને અવાર-નવાર હેરાન પરેશાન કરતા હોવાથી વેપારી યોગેશભાઈએ કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેમને વેરાવળ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર બાદ સ્વસ્થ થઈ પછી આ મામલે વેપારી યોગેશભાઈએ સીમારના સુરેશ ડોડીયા અને જયેશ ડોડીયા સામે ઉપરોક્ત વિગતો સાથેની ફરીયાદ આપતાં પોલીસે આઈપીસી કલમ ૫૦૬(૧), ૫૦૭, ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વેરાવળમાં ઉંચા દરે નાણાં આપી વ્યાજ વસુલવા વેપારીને ત્રાસ આપતા હોવાનો કિસ્સો સામે આવ્યા છે. વેપારીએ ધંધાની જરૂરીયાત ઉભી થતા વ્યાજે નાણાં લીધેલ જે રકમ વસુલવા બે વ્યાજખોરો ધમકી આપી ત્રાસ આપતા હતા. જેથી કંટાળી ગયેલ વેપારીએ ઝરી દવા પી લેતાં તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વેપારીની ફરીયાદના આધારે તાલુકાના સીમાર ગામના બંન્ને વ્યાજખોરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *