Gujarat

વેરાવળમાં ૧૧ ચોરેલા મોબાઈલ સાથે બેની ધરપકડ કરતી એસઓજી

ગીર સોમનાથ
મોબાઈલ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવા અંગે પોલીસની ટીમો વિશેષ તપાસ કરી રહી હતી. દરમિયાન એસઓજી બ્રાંચના નરવણસિંહ અને ગોવિંદ વંશને મળેલી ચોક્કસ બાતમીના આધારે સોમનાથ જીઆઇડીસી રોડ ઉપર વોચમાં રહ્યા હતા. દરમિયાન શંકાના આધારે એસઓજીની ટીમએ રીક્ષા ચાલક અશરફ ઉર્ફે કાળુ મોટો ગની મુગલ (ઉ.વ.૩૩) રહે.મીરઝા કોલોની, મુન્તહા અલીભાઈ પંજા (ઉ.વ.૨૨) રહે. દિવાનીયા કોલોની વાળાને રોકવી બંન્નેની તલાશી લેતાં ૧૧ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે તમામ મોબાઈલના આધાર પુરાવા રજુ કરવાનું કહેતા તે કરી શક્યા નહોતા. આથી બધા મોબાઈલ ફોન કબ્જે કરી બંન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બંન્ને આરોપીઓનો ઈ-ગુજકોપ મારફતે ઈતિહાસ ચકાસતાં આરોપી મુન્તહા પંજાની સામે વેરાવળ સીટી પોલીસમાં ચોરી અને ગૌવંશના ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં મળી આવેલા મોબાઈલો અંગે બંન્નેની આગવી ઢબે પુછપરછ હાથ ધરતાં ચારેક દિવસ પહેલા રાત્રીના સમયે ભાલકા સોસાયટીમાંથી એક મકાનની બારીમાંથી વીવો તથા રેડમી કંપનીનો એક-એક મોબાઈલ ફોન ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ બાબતે પોલીસે તપાસ કરતાં અમિતભાઈ નિમાવતે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવ્યા વિગતો મળી હતી. જેથી આ ફરિયાદનો ભેદ ઉકેલાયો હતો. પકડાયેલા બંન્ને શખ્સો શહેરની છેવાડાની સોસાયટીઓમાં ફરી ફરીને ઘરની બારીઓ પાસે ચાર્જીગમાં રાખેલા મોબાઈલોની ચોરી કરતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.વેરાવળમાં અમુક વિસ્તારોમાંથી મોબાઈલ ફોનની ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવતા પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. દરમિયાન એસઓજી બ્રાંચને મળેલી બાતમીના આધારે સોમનાથ જીઆઈડીસી રોડ ઉપરથી બે શખ્સોને ઝડપી લઈ બંન્ને પાસેથી ૧૧ ચોરી કરેલા મોબાઈલો મળી આવ્યા હતા. આ બંન્ને પૈકી એક આરોપી અગાઉ ચોરી અને ગૌવંશના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *