Gujarat

વેરાવળ અને પડવલા ને જોડતા રોડ ની નબળી કામગીરી ની રાવ ઉઠતા સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા રજૂઆત સફળ રહેતા રોડ નું ફરી સમારકામ હાથ ધરાયું.

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ અને પડવલા ને જોડતો રોડ ઘણા સમય થી
બિસ્માર હાલત માં હતો.જેમાં કેપ્ટ્ન ટેયલર કંપની પાસે મસમોટા ખાડાઓ નું સાંમરાજ્ય પણ સ્થપાયેલ હતું. વેરાવળ અને પડવલા એક ઇન્ડસ્ટ્રી જોન હોય જેથી કર્મચારીઓ અને વાહન ચાલકો આવન જાવન માટે બહુ તકલીફ પડતી હતી.જેમાં વાહન ચાલકો ને બહુ મુશ્કેલી વહેથી ને પડવલા થી વેરાવળ અને વેરાવળ થી પડવલા મુસાફરી કરવા માં મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો હતો.જેથી બુધવાર ના દિવસે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ માં ખાડાઓ બુરવા માટે કામગીરી હાથ ધરાયેલ હતી.જે નબળી ગુણવતા ની માટી પુરવાર થતા સ્થાનિક વેરાવળ ગામના સરપંચ અને તલાટી ને ધ્યાને આવતા તુરંત સ્થળ પર પહોંચી ને કામગીરી બંધ કરાવેલ હતી અને ઉપરી અધિકારીઓ ને ટેલિફોનિક વાતચીત કરી નબળી કામગીરી બાબતે ખખડાવેલ હતા.જે બાબતે ની રજૂઆત સફળ રહેતા તંત્ર દવારા સારી ગુણવતા નું મટીરીયલ રોડ ની કામગીરી આજરોજ રોડ સમારકામ હાથ ધરતા લોકો માં પણ હર્ષ ની લાગણી અનુભવી રહ્યા છે. વેરાવળ ગામના અનેક પ્રશ્નો નું તાત્કાલિક નિવારણ લાવી હંમેશા કાર્ય માં તપ્પર રહેતા સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક જરૂરી પગલાં લેતા ગ્રામજનો અને કંપની ના કર્મચારીઓ તેમજ કારખાનાના માલિકો એ સરપંચ શ્રી નો આભાર માન્યો હતો. અને આ બાબતે ની જનતા કી જાણકારી ન્યૂઝ ચેનલ દ્વારા એક અહેવાલ પણ પ્રસારિત કરાયો હતો જેનો પડધો પડતા લોકો એ જનતા કી જાણકારી ન્યૂઝ ચેનલ નો આભાર માન્યો હતો.
પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1659098147873.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *