Gujarat

વેરાવળ કોડીનાર હાઇવે ગોરખમઢી પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર નું કમકમાટી ભર્યું મોત

 હાર્દિક કાનાબાર પ્રાચી
ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બરૂલા ના યુવાન નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત
વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે પર ગોરખમઢી નજીક ભરાત પેટ્રોલપમ્પ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાન નું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું
જાણવા મળતી વિગત મુજબ આજ સાંજે 5 .30  વાગ્યા આસપાસ વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે પર ગોરખમઢી નજીક આવેલા ભારત પેટ્રોલપંપ પાસે ટ્રક અને બાઇક અથડાઈ હતી જેમાં બાઇક ચાલક રવિભાઈ ગોવિંદભાઇ ભોળા ઉ વર્ષ 20 બરૂલા જે પોતાનું બાઇક ન. કેએ 22એચડી 9428 લઈ વેરાવળ તરફ થી પોતાના ઘરે પરત આવી રહ્યા હતા અને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ગોરખમઢી નજીક આવેલા ભારત  પેટ્રોલપંપ થી પેટ્રોલ પુરાવી  રોડ ક્રોસ કરવા જતાં રવિ ભાઇ બાઇક પર જતા હતા તે દરમિયાન સામેથી  આવતા સિમેન્ટ ભરેલો ટ્રક વેરાવળ તરફ જઇ રહ્યો હતો ત્યારે  ટ્રક ચાલક ન.જી જે 12 એઝેડ 5085ના ટ્રક ના પાછલા જોટા માં આવી જતા  ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું આ બનાવ ની જાણ વાયુ વેગે પ્રસરતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા આ ઘટના ની જાણ સુત્રાપાડા પોલીસ ને કરતા વધુ તપાસ સુત્રાપાડા પોલીસે હાથ ધરેલ છે આ ઘટના માં બરૂલા ગામના યુવાન નું કમકમાટી ભર્યું મોત નિપજતા બરૂલા ગામમાં શોક નું મોજું ફરિવળ્યું હતું
મૃતક યુવાન ની ફાઇલ તસ્વીર

IMG-20221228-WA0125.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *