ગિરગઢડા
ભરત ગંગદેવ.
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત બીજા દિવસે સમસ્ત ખારવા સમાજ જ્ઞાતિની વંડી વેરાવળ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના અધ્યક્ષ સ્થાને ‘બેટી બચાવો બેટી પઢાવો’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહોળા પ્રમાણમાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાએ
સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટે મધર્સ મીટ (સુપોષણ સંવાદ) હેઠળ સ્તનપાન દરમિયાન બાળકની યોગ્ય સ્થિતિ વિશે સમજ અને સામાન્ય સમસ્યાઓનું નિરાકરણ આવે તે રીતે સમજ આપી હતી અને દીકરીઓમાં આરોગ્યનું ધ્યાન રાખી કુપોષણ ન થાય તે અંગે સગર્ભા માતાઓને કાળજી રાખવા અપીલ કરવામાં આવી હતી.
આ તકે વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના શારદાબેન રાખોલીયા એ જણાવ્યું હતું કે અસમાન લિંગભેદ વિશે માહિત આપી હતી દીકરીઓ માટેની યોજનાઓની જણાવી હતી વધુ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે ગીર ગઢડાના ફાડસર ગામની દીકરી નયનાબેન ધાનાણી તાજેતરમાં એનએસસી કમાન્ડો બની હતી તેનું ઉદાહરણ આપીને દીકરી સાપનો ભારો નહીં પણ તુલસીનો ક્યારો છે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત વ્હાલી દિકરી યોજના લાભાર્થીઓને પુર્વ મંજૂરી હુકમ એનાયત કરાયા હતા અને માતૃશક્તિ યોજનાના લાભાર્થીઓને પોષણક્ષમ આહારની કીટ વિતરણ કરવામા આવી હતી
આ કાર્યક્રમનું સંચાલન વેરાવળ આઈસીડીએસ સુપરવાઈઝર તારાબહેન પરમારે કર્યુ હતું જ્યારે
આઈસીડીએસ સુપરવાઈઝર શ્રદ્ધાબહેન પરમારે ધાત્રીમાતાઓને કાળજી તેમજ સુપોષણ અંગે સમજ આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમા આભારવિધિ મંજુલાબહેને કરી હતી.

