ગિરગઢડા
ભરત ગંગદેવ.
જિલ્લામાં વિજ્ઞાનનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે અને વિજ્ઞાનમાં રસ રુચિ ધરાવતા વિદ્યાર્થીઓને જિલ્લા બહાર જવું ન પડે તે માટે નજીવી ફી સાથે ૨૦૧૬થી વેરાવળ સ્થિત વિજ્ઞાન કોલેજ કાર્યરત છે. જેમાં બોટની, ઝૂઓલોજી, મેથેમેટિક્સ, ફિઝિક્સ તેમજ કેમિસ્ટ્રી વિષયોનો અભ્યાસ કરવામાં આવે છે. તાજેતરમાં ૧૨ સાયન્સનું પરિણામ આવતા કોલેજમાં ૧૯૮ જગ્યાની સામે ૯૬૮ અરજીઓ પ્રાપ્ત થઇ હતી.
વિજ્ઞાન કોલેજમાં વિવિધ વિજ્ઞાનના વિષયો ને સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સાંસ્કૃતિક તેમજ જુદી જુદી વિજ્ઞાનને લગતી ઇવેન્ટ નું આયોજન જુદા જુદા સમય દરમ્યાન કરવામાં આવે છે સાથે સાથે આધુનિક વિજ્ઞાન લેબ પણ કોલેજમાં આવેલી છે આ પ્રવૃત્તિઓને કારણે અંતિમ વર્ષમાં વિદ્યાર્થીઓનું પરિણામ ૮૦થી ૮૫% જેટલુ પ્રાપ્ત થાય છે
વર્ષ ૨૦૨૨થી કેમિસ્ટ્રી અને પ્રાણીશાસ્ત્રના અભ્યાસમાં રસ અને રૂચિ ધરાવતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જિલ્લાની બહાર ન જવું પડે તેના માટે વિજ્ઞાન કોલેજ દ્વારા ચાલુ વર્ષથી આ બે વિષયોનો અભ્યાસ ચાલુ કરવામાં આવ્યો છે આ બે વિષયોમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ એ નીચેના નંબર ૦૨૮૭૬૨૯૬૪૭૧૫૨ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.


