ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-ર૦૨૨ અન્વયે જામનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા.૦૮/૧૨/૨૦૨૨ના રોજ ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલીત બી.બી.એ./એમ.બી.એ. કોલેજ (હરીયા કોલેજ), ઈન્દીરા માર્ગ, ઉદ્યોગનગરની પાસે, જામનગરના બિલ્ડીંગમાં યોજાનાર છે. સદરહુ કામગીરી દરમ્યાન ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે ગોકુલનગર આશાપુરા સર્કલથી સાંઢીયા પુલ સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે મુજબ તા.૦૮/૧૨/૨૦૨૨ ના સવારના ૦૬.૦૦ કલાકથી મતગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી ગોકુલનગર આશાપુરા સર્કલથી સાંઢીયા પુલ સુધીના માર્ગ પર તત્કાલીન વાહનવ્યવહાર બંધ રહેશે તેમજ અવર-જવર માટે વૈકલ્પીક માર્ગની વ્યવસ્થા નીચે મુજબ રહેશે. ઉપરોકત સમય દરમ્યાન વૈકલ્પીક માર્ગ તરીકે આશાપુરા સર્કલથી સમર્પણ સર્કલ-ખંભાળીયા બાયપાસ- સાંઢીયા પુલ તરફના રસ્તોનો આવન-જાવન માટે ઉપયોગ કરી શકાશે.
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ફરજમાં રોકાયેલા તમામ વાહનો, ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તથા ફાયર સર્વિસને તેમજ ચૂંટણી અધિકારી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા મંજુરી આપવામાં આવેલ હોય તેવા વાહનોને મુકિત આપવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજ્બ શિક્ષાને પાત્ર થશે.