Gujarat

શક્તિપીઠ અંબાજી-ગબ્બર પર્વત ખાતે ૨૫ થી ૨૮ જુલાઈ સુધી રોપવે યાત્રીકો માટે મેન્ટેનન્સ ને પગલે બંદ રહેશે.

*ગબ્બર રોપ વે ની ટિકિટ દર માં ઘટાડો જીએસટી ઘટતા રૂ. ૧૪૧ ના રૂ. ૧૨૫ કરાયા*
  ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો-કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી થી 3 કિલોમીટર દુર ગબ્બર પર્વત આવેલું છે જ્યા માં અંબાનુ પ્રાચીન અને પૌરાણિક માતાજી નો ગોખ આવેલો છે. ગબ્બર તળેટી થી ગબ્બર ટોચ ઉપર જવા માટે અહી ઉષા બ્રેકો કંપની દ્વારા અહી રોપવે સર્વિસ કાર્યરત છે ૨૫ થી ૨૮ જુલાઈ સુધી ગબ્બર રોપવે યાત્રીકો માટે મેન્ટેનન્સ ને પગલે બંદ રહેશે થોડા વર્ષ અગાઉ પાવાગઢ ખાતે રોપવે દુર્ઘટના બાદ ઉષા બ્રેકો કંપની દ્વારા વર્ષમા 3 થી 4 વખત રોપવે મેન્ટેનન્સ માટે બંદ રાખવામા આવે છે ત્યારે આવનારા સમયમાં ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે યોજાનાર છે ત્યારે ગબ્બર રોપવે ૨૫ થી ૨૮ જુલાઈ સુધી યાત્રીકો માટે બંદ રહેશે અને ૨૯ જુલાઈ થી રોપવે યાત્રીકો માટે પરત શરૂ થશે ગબ્બર પર્વત પર રોપવે શરૂ થયા બાદ લોકો ઝડપી માતાજીના દર્શન કરી શકે તે માટે રોપવે નો ઉપયોગ કરે છે પરંતું રોપવે મા જવાથી ગબ્બર પર્વત ની પ્રદક્ષિણા થતી નથી અને માતાજીના ઝુલા ના દર્શન પણ થતા નથી. ભક્તોએ ચાલતાં જવાના માર્ગ પર થી ઉતરવાના માર્ગ પર થી નીચે આવે ત્યારે ગબ્બર પરિક્રમા પૂર્ણ થાય છે અને તેનુ ઉત્તમ ફળ મળે છે.
 *ઉષા બ્રેકો કંપની દ્વારા ટિકિટ દર માં ઘટાડો જીએસટી ઘટતા રૂ. ૧૪૧ ના રૂ. ૧૨૫ કરાયા*
  ગબ્બર રોપવે શરૂઆત મા શરૂ થયો ત્યારે તેની માત્ર 32 રૂપિયા ટીકીટ એક વ્યક્તિની હતી ત્યારબાદ તેમાં વધારો થતા પહેલાં એક વ્યક્તિની રિટર્ન ટીકીટ 141 રૂપિયા કરાઈ છે.તે ધટાડો કરી ને 125 રોપવે ટીકીટનો ભાવ કરવામાં આવ્યું હતો. યાત્રીકો મોટાભાગે ચાલતા ગબ્બર જાય છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20220723_204041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *