*અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા પદયાત્રીકો ની સુરક્ષા અને સલામતી માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી રહી છે*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહાકુંભ મેળા ની ધામધૂમથી ચાલી રહી છે જ્યારે પદયાત્રી કો નવરાત્રીમા માઁ અંબે ને પોતાના ગામ ઘરે પધારવા માટે નિમંત્રણ આપવા ભારત ભર ના પદયાત્રી કો અને દર્શનાર્થીઓ આવે છે ભાદરવી પૂનમ મહાકુંભ મેળાનું મહત્વ એ છેકે પગપાળા આવવા ની પ્રણાલિકા છે ભાદરવી પૂનમ મહાકુંભ મેળામાં ૩૦ થી ૩૫ લાખ કરતા વધુ યાત્રીઓ અંબાજી મંદિરે દર્શને આવે છે ભાદરવી નો મેહામેળો કોરોના કાળ ના બે વર્ષ બાદ યોજાઈ રહ્યો છે ભાદરવી પૂનમ મેળાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલથી જ પદયાત્રીઓમાં અનેરો ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે માઁ અંબે ના સ્વર્ણિમ શિખર પર ધજાઓ ચઢાવવા સંઘો એ પોતાના ગામો થી યાત્રા નો પ્રારંભ પણ કરી ચુક્યા છે પહાડીઓ ગુંજી ઉઠશે. રથ પર વાગતા ગરબા અને ભજનો થી અલોકીક વાતાવરણ સર્જાઈ જશે અને સેવાકેમ્પોની સેવાની સુવાસ થી બ્રહ્માંડ પણ અંબે ભક્તિ થી રંગાઈ જશે રોશની થી ઝળહળ ઝળહળ થતા અંબાજી મંદિર અને ગબ્બર પર્વતના દર્શન એક અનેરી આભા વિખેરશે અને દાતાશ્રીઓ દ્વારા મોટાભાગે સેવા કેમ્પો લગાવવામાં આવી રહ્યા છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

