Gujarat

શબદ ગ્રુપ દ્વારા આયોજિત અમરત પિયાલા અંતર્ગત પુસ્તક વાંચન અભિયાનની શૃંખલા ૫ તારીખ ૧૩ નવેમ્બરે સાવરકુંડલા ખાતે આવેલ પ્રજાપતિ બોર્ડિંગમાં યોજાઈ

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
“શબદ”ગૃપ દ્વારા શરૂ થયેલ .’અમરત પિયાલા’ અંતર્ગત પુસ્તક વાંચન અભિયાનની શૃંખલા-૫  તારીખ ૧૩/૧૧/૨૦૨૨ના રોજ શ્રી વાટલિયા પ્રજાપતિ બોર્ડિંગ -સાવરકુંડલામા યોજાય હતી, આ શૃંખલામા  શ્રી નિર્મળભાઈ ઠાકર, , શ્રી ભાવેશભાઈ ગેડીયા, શ્રી અલ્પાબેન રાવળ,  શ્રી કલ્પેશભાઈ સોલંકી,  શ્રી વિનાયકભાઈ, શ્રી જીતુભાઇ મહિડા(જીત એજ્યુકેશન)શ્રી અલ્પેશભાઈ મકવાણા  અને વાંચક મિત્રો એવા શિક્ષક ભાઈઓ બહેનો મળી કુલ ૫૦ જેટલાં વાંચક  મિત્રોએ આ કાર્યક્રમની  મુલાકાત લીધી હતી, જે વાંચક મિત્રોએ  પુસ્તક વાંચવાનું બાકી હોય તેઓએ હાજર રહી પુસ્તક રીન્યુ કરાવ્યા હતા અને જમા પણ કરાવ્યા હતા તેમજ પુસ્તક વાંચન કરેલ વાચક મિત્રોએ પુસ્તક અને આ અભિયાન વિશેના પ્રતિભાવો રજુ કર્યા હતા. આ શૃંખલા-૫માં  કુલ ૨૨ પુસ્તકો વાંચક મિત્રો વાંચવા માટે લઇ ગયા. તો સાથો સાથ સાહિત્યિક પુસ્તકો સ્વીકારવામાં આવ્યા હતા જેમાં ભૂ.પૂ. શિક્ષકશ્રી   નિર્મળભાઈ ઠાકર  તરફથી “અમરત પિયાલા” અભિયાનને મહુમૂલ્ય એવા સફારીના અંકો અર્પણ કરવામાં આવ્યા હતા. વાટલિયા પ્રજાપતિ બોર્ડિંગના સંચાલક શ્રી ધીરુદાદા દ્વવારા હવે પછીની શૃંખલા માટે ‘અમરત પિયાલા’ પુસ્તક અભિયાનને કાયમી સ્થળ આપવા અંગેની સાનુકૂળતા કરી આપવામાં આવી હતી. આ અંગે શબદ મિત્ર અમિતભાઇ ચાવડાએ શ્રી ધીરુદાદા અને સમગ્ર વાટલિયા બોર્ડીંગના ટ્રસ્ટી મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. મુંબઈ સ્થિત શ્રી કિશોરભાઈ કોળીના દિકરા સ્વં. રાહુલભાઈ કે. કોળીનું ટૂંકી માંદગી બાદ અવસાન થયેલ જેમને આ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તો કિશોરભાઈ કોળી (હાલ મુંબઈ ) દ્વવારા પુસ્તક દાન પુસ્તક તિથિ રૂપે આપવામાં આવ્યુ હતું. શ્રી ધીરુદાદા તેમજ શબદ ગ્રુપના સૌ મિત્રોના  સહકાર અને સમન્વયથી આ શૃંખલા- ૫  સફળ રહી હતી.  ‘અમરત પિયાલા’ પુસ્તક વાંચન કાર્યક્રમને સાવરકુંડલાના વાંચક મિત્રો દ્વવારા ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે   “અમરત પિયાલા”અંતર્ગત શૃંખલા-૬  તારીખ ૨૭/૧૧/૨૦૨૨ના રોજ  શ્રી વાટલિયા પ્રજાપતિ બોર્ડીંગ, તાલુકા શાળા નં ૧ ની સામે સાવરકુંડલા સમય સાંજના ૫ થી ૭ રહેશે.હવે પછીની દરેક શૃંખલા આ સ્થેળ જ યોજાશે.

IMG-20221114-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *