Gujarat

શરદ પૂનમ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ફુલોનો શણગાર કરાયો

ષોડશોપચાર દાદાનું ભવ્ય પૂજન – અભિષેક – પુષ્પભીષેક મહાઆરતી કરવામાં આવેલ..
શરદપૂનમ રવિવાર નિમિત્તે બોટાદ જીલ્લાના સાળંગપુર ગામે આવેલ વિશ્વ પ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શૃંગાર એવં ષોડશોપચાર પૂજન શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શરદપૂનમ તા.09-10 2022 ને રવિવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ફૂલોનો દિવ્ય શૃંગાર કરી શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ . સાંજે ૫:૩૦ કલાકે ષોડશોપચાર દાદાનું ભવ્ય પૂજન – અભિષેક – પુષ્પભીષેક મહાઆરતી કરવામાં આવેલ , ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20221009-WA0072.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *