Gujarat

શહેરામાં પાસા હેઠળની જેલમાંથી મુક્ત થતા જે.બી.સોલંકીનું ભવ્ય સ્વાગત કરાયું

પંચમહાલ
શહેરા બેઠકના અંતિમ તબક્કામાં ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે આજરોજ ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે ખુલ્લેઆમ બાથ ભીડનાર જે.બી.સોલંકી પાસા હેઠળના જેલવાસમાંથી મુક્ત થઈને શહેરા પંથકમાં પ્રવેશતા સાથે જ જે.બી.સોલંકીનું ફુલહાર સાથે સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ જે.બી.સોલંકી સીધા જૂની ધરી ખાતે કોંગ્રેસની પ્રચાર સભાના સભા મંચ ઉપરથી ધારાસભ્ય જેઠા ભરવાડને ચૂંટણી જંગ જીતવાનો ખુલ્લો પડકાર ફેંકતા શહેરા બેઠકનો ચૂંટણી જંગ વધુ ગરમાયો છે. શહેરા તાલુકા પંચાયતના કોંગ્રેસના એક માત્ર વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીના ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે ખુલ્લે આમ રાજકીય લડાઈ લડી લેવાના આ પડકારમાં જે.બી.સોલંકીના વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત પૂર્વે પાસા હેઠળ ધરપકડ કરીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા હતા. આજરોજ જે.બી.સોલંકી જેલમાંથી મુક્ત થઈને શહેરા પંથકમાં આવતા વેંત મોટી સંખ્યામાં એકત્ર થયેલા સમર્થકો દ્વારા જે.બી.સોલંકીનું ફુલહારોથી વાજતેગાજતે સ્વાગત કરાયુ હતું. જાે કે જેલયાત્રા બાદ જૂની ધરી ખાતે કોંગ્રેસની પ્રચાર સભાના મંચ ઉપર પહોંચેલા જે.બી.સોલંકીએ ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડને રાજકીય પડકાર ફેંકતા ઉપસ્થિત જંગી મેદનીને જણાવ્યું હતું કે, આપણા સમાજના કોઈપણ સારા હોય કે દુઃખદ પ્રસંગો હોય એમાં આપણા સમાજનો ધારાસભ્ય આપણા આંગણે આવે એવો ગર્વ ઉભો કરવાનો અવસર હવે આવી ગયો છે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *