Gujarat

શાપરના પારડીમાં કાર વોંકળામાં ખાબકતાં જુનાગઢના શિક્ષક યુવાન ચાર બહેનના એક જ ભાઇ અરવિંદભાઇ ડાંગરનું મોત

જુનાગઢના શિક્ષક યુવાન ચાર બહેનના એક જ ભાઇ અરવિંદભાઇ ડાંગરનું મોત
ભેંસાણ પ્રા. શાળાના શિક્ષક હતાં પિતા નિવૃત પોલીસ કર્મચારી રાજકોટ કામ પતાવી વહેલી સવારે જુનાગઢ જતી વખતે બનાવ એક પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં ડાંગર પરિવારમાં અરેરાટી
*શાપર વેરાવળ* તસ્‍વીરમાં નીચે પડેલ કાર, મૃતક તથા મૃતકનો ફાઇલ ફોટો. *(તસ્‍વીર કમલેશ વસાણી, શાપર વેરાવળ)*
રાજકોટ તા. ૫  રાજકોટ – ગોંડલ હાઇવે ઉપરના શાપર વેરાવળ નજીકના પારડી પાસે આજે સવારે કાર નદીમાં ખાબકતા જુનાગઢના અરવિંદ ડાંગરનું મોત થતા અરેરાટી વ્‍યાપી છે.
પ્રાપ્‍ત માહિતી મુજબ જૂનાગઢના રોયલ એપાર્ટમેન્‍ટમાં રહેતા અરવિંદ પેથાભાઇ ડાંગર (ઉ.વ.૩૫) પોતાની કાર લઇને શાપર વેરાવળ નજીકના પારડી પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્‍યારે કાર ઉપરનો કાબુ ગુમાવતા કાર પુલ નીચે નદીમાં ખાબકી હતી અને સર્વિસ રોડ ઉપ્ર પડતા ઘટના સ્‍થળે કાર ચાલક અરવિંદ ડાંગરનું મોત થયું હતું.
બનાવની જાણ થતાં રાજકોટ મવડી ફાયર સ્‍ટેશનથી રેસ્‍ક્‍યુ ટીમના પરેશભાઇ ચુડાસમા, કિશોરસિંહ જાડેજા, સંજયભાઇ માંગેલા, સંજયભાઇ ગોહિલ સહિતે પહોંચી વોંકળાના પાણીમાં ડૂબેલી નવે નવી નંબર વગરની ટાટાની હેરીયર કારનો પાછળનો દરવાજો તોડી સીએનજી કિટ બહારની બાજુ કરી સીટ હટાવી અંદર ફસાયેલા યુવાનને બહાર કાઢયો હતો. ૧૦૮ના ઇએમટીએ પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. પરંતુ મોત નિપજ્‍યું હતું.
આ બનાવની જાણ થતા શાપર વેરાવળના હેડ કોન્‍સ્‍ટેબલ મુકેશભાઇ ડાભી અને ટીમે દોડી જઇને ટ્રાફિક વ્‍યવસ્‍થા પૂર્વવત કરાવી હતી.
આ અકસ્‍માત સર્જાતા હાઇવે ઉપર થોડીવાર માટે ટ્રાફિકજામ થઇ ગયો હતો અને વાહન ચાલકો ફસાયા હતા.શાપરના પારડીમાં કાર વોંકળામાં ખાબકતાં જુનાગઢના શિક્ષક યુવાન ચાર બહેનના એક જ ભાઇ અરવિંદભાઇ ડાંગરનું મોત નિપજ્‍યું છે.
તેઓ ભેંસાણ પ્રા. શાળાના શિક્ષક હતાં. પિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *