રાજકોટ જિલ્લા ના શાપર-વેરાવળ માં ઘણા સમય થી ગાયો તેમજ નંદી સહીત અન્ય પશુઓ એસિડ એટેક થતો હોય છે. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા હાલ કોઈ એ નંદી ઉપર એસિડ ફેંકેલી હાલત માં વિવિધ વિસ્તારો માં ફરી રહ્યો છે. જેની ઉપર કોઈએ ઘાટકી હુમલો કરેલ હતો જેમને લઈને ગૌરક્ષકો તેમજ જીવદયા પ્રેમીઓ માં પણ ઉગ્ર રોસ જોવા મળી રહ્યો છે. જેમાં નંદી ને આપણે હિન્દૂ સમાજ માં પૂજનીય માનવામાં આવે છે. અને થોડાક જ દિવસો માં પવિત્ર તહેવાર શ્રiવણ માસ પણ નજીક હોય જેથી શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ થી ગૌ રક્ષકો તેમજ સામાજિક સઁસ્થા ના આગેવાનો ઉગ્ર રજુઆત કરવા દોડી આવ્યા હતા. તેઓ એ ઝડપી થી ઝડપી થી વારંવાર થતા નંદી તેમજ પશુઓ ઉપર થતા હુમલાઓ કરનાર ને સખત માં સખત આરોપીઓ ને પકડી સજા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

