Gujarat

શાપર-વેરાવળ મા ભર શિયાળે જામ્યો વરસાદી માહોલ. વહેલી સવાર થી જ઼ વાતાવરણ આવ્યો બદલાવ

રાજ્ય માઁ વરસાદ ની આગાહી 4 દિવસ કરવામાં આવતા શાપર-વેરાવળ માઁ પણ ગત સાંજે થીજ વાતાવરણ માઁ અચાનક બદલાવ જોવા મળી રહ્યો છે.જેમાં સાંજે અને મોડી રાત્રે પણ વરસાદી છાટા ઝરમર ઝરમર ખર્યા હતા.
આજરોજ વહેલી સવાર થી જ઼ શહેરી જનો ગુલાબી ઠન્ડી નો અહેસાસ કરી રહ્યા છે. અને વાતાવરણ માઁ પણ બદલાવ આવ્યો છે. આજે સવાર થી જ઼ સૂર્યનારાયણ પણ અદસ્ય થતા જોવા મળી રહ્યા છે. હાલ વાદળછાયું વાતાવરણ થી ઠંન્ડા પવન ના સુસવાતા સાથે લોકો ગરમ કપડાં પહેરી ને જોવા મળી રહ્યા છે.વહેલી સવારે ઝાકળ વર્ષા થી અનેક વિસ્તારો ઢકાય ગયેલ હતા.વરસાદી વાતાવરણ વચ્ચે ખેડૂતો પણ મુશ્કેલી માઁ મુકાયા છે.શિયાળુ પાક ને પણ નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1641453887786.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *