શાપર-વેરાવળ:-પારડી શાપર- વેરાવળ નો સર્વિસ રોડ દર વર્ષ ની જેમ આં વર્ષે પણ બહુ બિસ્માર હાલત માં હોય જેથી તેમાં અર્ધા ફૂટ ના ગાબડાઓહોવાથી ગત રાતે ટ્રેકટર પલ્ટી મારી ગયેલ હતું. જેમાં થોડા સમય પેલા જ સર્વિસ રોડના ખાડા બુરાવમા આવ્યા હતા ત્યાં ફરી ગાબડા પડતા વાહન ચાલકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં વેરાવળ શાપર ગામના સરપંચો સહીત ઇન્ડસ્ટ્રીઝ એસોશિયન દ્વારા પણ અનેક રજુઆતો કરેલ હતી.જેમાં દર વર્ષે આં જ તકલીફો વાહન ચાલકો ને વેડફી પડે છે. જેથી મહા મેહનતે ટ્રેક્ટર ને બહાર કઢાવવા રેસ્ક્યુ કરાયું હતું. તેમજ સર્વિસ રોડ બિસ્માર પડતા દરરોજ ટ્રાફિક જામની પણ સમસ્યા રહેતી હોય છે.અહીંયા મ સર્વિસ રોડ બિસ્માર હાલત ની રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય સહીત ના પણ મુલાકાત કરી ગયેલ હોય પણ કોઈ એક્સન લેવાયેલ નથી જેથી વહેલી તકે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવા માં આવે તેવી લોક માંગ ઉઠી છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


