Gujarat

શિવપાલ યાદવના સમર્થન છતાં સપાની હાર નક્કી ઃ સુભાસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ

બલિયા
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે કહ્યું છે કે શિવપાલ સિંહ યાદવના સમર્થન છતાં મૈનપુરી બેઠક પર સપાની હાર નિશ્ચિત છે. તેમણે દાવો કર્યો કે સુભાસપા ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ અને બસપાને પાછળ ઘકેલી ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઇ છે.મનિયર વિસ્તારમાં કાર્યકર્તા સંમેલન દરમિયાન રાજભરે કહ્યું કે ગત લોકસભા ચુંટણીમાં સપા બસપા ગઠબંધનમાં મૈનપુરી બેઠક પર મુલાયમસિંહ યાદવ ૯૫ હજાર મતોના અંતરથી ચુંટણી જીતી હતી. તેમણે કહ્યું કે જાે તેમાંથી બસપા સમર્થક મતો કાઢવામાં આવે તો સપાની સ્થિતિ આંકડો સ્પષ્ટ થઇ જાય સપા પર નિશાન સાધતાં રાજભરે કહ્યું કે રાજયમાં સપા ચાર વાર સત્તામાં રહી તેની સરકારમાં થયેલ ગુંડાગીરી તાનાશાહી જમીન પર કબજાે પોલીસ સ્ટેશનથી અપરાધીઓને છોડવા,અન્યાય અને અત્યારની ઘટનાઓને લોકો ભુલ્યા નથી લોકો હવે સપાને મત આપવા માટે બિલકુલ તૈયાર નથી. શિવપાલ સિંહ યાદવ દ્વારા સપાના સમર્થન કરવા સાથે જાેડાયેલ સવાલ પર રાજભરે ઉલ્ટાનો સવાલ કર્યો કે તે સપાથી કયારે અલગ રહ્યાં છે.સુભાસપા અધ્યક્ષે ટીપ્પણી કરી કે શિવપાલે ગત લોકસભા અને વિધાનસભા ચુંટણીઓમાં પણ સપાનો સહયોગ કર્યો હતો અને ફરી કરી રહ્યા છે

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *