વડોદરા
વડોદરામાં સિટી બસની અડફેટે વિદ્યાર્થિનીના મોત મામલે બસ સંચાલક કંપની વિનાયક લોજીસ્ટિકનો કોન્ટ્રોક્ટ રદ કરવા અને વિદ્યાર્થિનીના પરિવારને ૨૫ લાખના વળતરની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા શહેરના મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને મૂળ સૂરતની વિદ્યાર્થિની શિવાંગીને સિટી બસે ડેપોમાં જ કચડી નાખી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જેમાં પ્રથમ દ્રષ્ટિએ સિટી બસના ડ્રાયવરની બેદરકારી સામે આવી હતી. જેથી એનએસયુઆઈ દ્વારા વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલને આવેદન પત્ર આપ્યું હતું. આવી ગંભીર બેદરાકરી બદલ સિટી બસનું સંચાલન કરતી વિનાયક લોજિસ્ટકનો કોન્ટ્રક્ટર રદ કરવો. તેમજ વિદ્યાર્થિનીના પરિવારને ૨૫ લાખનું વળતર આપવું જાેઇએ. જાે ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સહીં ઝૂંબેશ ચલાવીશું.
