માંગરોળ તાલુકાના શીલના તલોદ્વા રોડ પર રહેતા ૨૪ વર્ષિય રોમીતભાઇ કિશોરભાઇ વાઢેર તા.૨૭/૬/૨૦૨૨ને સવારે ૮ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી ગુમ થયા છે. તેમની ઉંચાઇ ૪.૮ ફુટ, બાધો મજબુત અને રંગ ઉજળો છે. રોમીતભાઇ દાઢી-મૂછ રાખે છે અને તેમણે વરિયાળી કલરનો શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે. આ યુવાનની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા શીલ પોલીસે જણાવ્યું છે.
