Gujarat

શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા જન્મજયંતિ નિમિતે છત્રપતિ શિવાજી મહારાજની યોજાઈ સ્મરણ સભા…

ગિરગઢડા તા 21
ભરત ગંગદેવ…
શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા અનેકવિધ સેવાકીય, સામાજીક તેમજ પ્રતિભા સન્માનની પ્રવૃતિઓ થાય છે.તારીખ 19 ફેબ્રુઆરીએ હિંદુ ગૌરવ,ભારત ગૌરવ એવા છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ હોઈ શુભેચ્છક ગ્રુપ દ્રારા તીનમૂર્તિ હનુમાનજી મંદિરે પૂજ્ય યશવંતશાસ્ત્રીજી મહારાજના અધ્યક્ષ સ્થાને દિવ્ય સ્મરણ સભાનું આયોજન કરાયું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાના પ્રમુખ ભગવાનભાઈ બંધુએ આ આયોજન કરવા પાછળનો હેતુ સમજાવ્યો હતો. ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ તેમજ રામ સ્તુતિ કર્યા પછી અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાના મંત્રી અને આદર્શ હાઈસ્કૂલના શિક્ષક પ્રવિણભાઈ નાઈએ શિવાજી મહારાજ ના જીવન કવન તેમજ તેમની અદ્રિતિય વીરતા અંગે મનનીય વક્તવ્ય આપ્યું હતું.અધ્યક્ષ યશવંતશાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રેરણાદાયી અવસરે ડીસાના બૌધ્ધિક અને સેવાભાવી અગ્રણીઓ સર્વ જયંતિભાઈ ઓઢાવાળા,નાથાલાલ ખત્રી,સુરેશભાઈ દેવવાળા,બળદેવભાઈ રાયકા,નટુભાઈ લીંમ્બાચીયા, ચંદુભાઈ એટીડી,મહેશભાઈ ઉડેચા, આનંદભાઈ પી.ઠકકર,નવીનભાઈ પ્રજાપતિ,શીવલાલભાઈ ઠકકર, આર.ડી.ઠકકર,દિનેશભાઈ ચોકસી,મહેશભાઈ મનવર,ગોરધનભાઈ દવે,ભગીરથભાઈ સુથાર સહિત અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ધર્મપ્રેમી,રાષ્ટ્રપ્રેમી અને શિવાજી પ્રેમી ભાઈઓ તેમજ બહેનોએ છત્રપતિ શિવાજી મહારાજનો જય જયકાર કરી ગર્વ અને ગૌરવભેર તેમનું સ્મરણ કર્યું હતું.

IMG-20220219-WA0576.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *