Gujarat

શેઠ એમ આર હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

લોકેશન.ખેડા-કઠલાલ
રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
શેઠ એમ આર હાઈસ્કૂલ ખાતે કઠલાલ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો.અરજદારોના વિવિધ કામો નો સ્થળ ઉપર નિર્ણય કરવાના ઉદ્દેશથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં માં કાર્ડ,આધાર કાર્ડ,ચૂંટણી કાર્ડ અને અન્ય કામગીરી ને લગતી કાર્યવાહી કરવામાં આવી હતી.અને અરજદારોની અરજી નો સ્થળ ઉપર નિકાલ કરવાના ઉદ્દેશ જેથી સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં કઠલાલ પૂર્વ ધારાસભ્ય કનુભાઇ ડાભી, કઠલાલ શહેર ભાજપ પ્રમુખ બીપીનભાઇ પટેલ,નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તેમજ ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ,મામલતદાર જીજ્ઞાબેન પટેલ,ચીફ ઓફિસર નીલમબેન તેમજ નગરપાલિકાના સભ્યો સ્ટાફ અને અરજદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220520-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *