સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
યુવા વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ગુજરાતભરની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નિબંધ લખવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા .જેમાં ગુજરાતભરની ૩૬ કોલેજોના ૨૧૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજની ટી. વાય. બી.એ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નૈયારણ કિરણ દેવજીભાઈએ “અપને કી સ્વત્વ કી ખોજ મે આજ કા યુવાવર્ગ” વિષય પર નિબંધ લખી તૃતીય સ્થાન પ્રાપ્ત કરી કોલેજને ગૌરવ અપાવ્યું છે.કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડી.એલ.ચાવડા સાહેબ તેમજ સમગ્ર કોલેજ સ્ટાફ દ્વારા કિરણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.


